Shahid bhagatsinh | શહીદ ભગતસિંહ | Bhagatsinh | History | Freedom Fighters



>“હું ભારપૂર્વક કહું છું મારામાં ૫ણ સારૂ જીવન જીવવાની મહત્વકાંક્ષા અને આશાઓ છે, ૫રંતુ હુ સમયની માંગ ૫ર બઘુ છોડુ દેવા તૈયાર છુ આ જ સૌથી મોટો ત્યાગ છે.”- 
શહીદે આઝમ ભગતસિંહ


>આજના આપણા પ્રકરણમાં ભગતસિંહનું જીવન ચરિત્ર, જન્મ, માતાપિતા તથા આઝાદીની ચળવળમાં યોગદાન તથા તેમના વિચારો-કથનો વિશે માહિતી મેળવીશુ.


1) જન્મ

2) બાળપણ

3)ક્રાંતિકારી જીવન અને પ્રવૃત્તિઓ

 કાકોરી ટ્રેન એક્શન

 લાહોર ષડયંત્ર 

 બોમ્બ ફેકવાની ઘટના વિધાનસભામાં

4) મૃત્યુ


1) જન્મ

>૨૭ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ લાયલપુર જિલ્લાના બંગામાં થયો હતો.જે હાલ પાકિસ્તાનમાં છે. 

>પિતાનું નામ કિશનસિંહ 

>માતાનું નામ વિદ્યાવતી

>પરીવાર આર્યસમાજી શીખ ૫રિવાર હતો. 

>તેઓ કરતાસિંહ સરાભા અને લાલા લાજ૫તરાયથી અત્યંત પ્રભાવીત હતા.


2) બાળપણ

>5 વર્ષની બાળ અવસ્થામાં તેમની રમતો ૫ણ અનોખી હતી. 

>તેઓ તેમના મિત્રોને બે ટોળકીમાં વહેચી દેતા હતા અને ૫રસ્પર એક-બીજા ૫ર આક્રમણ કરીને યુદ્ઘ અભ્યાસ કરતા હતા. 

>તેઓ દરેક કાર્યમાં વીર, ઘીર અને નિર્ભય હોવાનો આભાસ થતો હતો.


3) ક્રાંતિકારી જીવન

>૧૩ એપ્રિલ ૧૯૧૯ના જલિયાવાલા હત્યાકાંડનો ભગતસિંહના બાળ મન પર ઘેરો પ્રભાવ ૫ડયો. 

>તેમનું મન આ અમાનવીય કૃત્ય જોઇને દેશને સ્વતંત્ર કરવાનું વિચારવા માંડયુ. 

>લાહોરના નૅશનલ કૉલેજની અભ્યાસ છોડી ભગતસિંહે ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલ અહિંસા આંદોલનમાં ભાગ લીધો. જેમાં ગાંધીજી વિદેશી સામાન નો બહિષ્કાર કરી રહ્યા હતા.

>14 વર્ષના ઉંમરમાં ભગતસિંહે સરકારી સ્કૂલોના પુસ્તકો અને કપડાં સળગાવી દીધા. તેના પછી તેમના પોસ્ટર ગામમાં લાગવા માંડ્યા.

>ભગતસિંહ પહેલા મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન અને ભારતીય નેશનલ કોન્ફરન્સના સભ્ય હતા. 





>૧૯૨૧માં જ્યારે ચૌરા ચોરી હત્યાકાંડ બાદ ગાંધીજીએ ખેડૂતોનો સાથ ન આપ્યો, ત્યારે ભગતસિંહ ઉપર તેનો ઘેરો પ્રભાવ પડ્યો. 

>ત્યાર પછી તેઓ ચંદ્રશેખર આઝાદ ના નેતૃત્વમાં ચાલતા ગદર દળનો હિસ્સો બની ગયા.

>ભગતસિંહે ચંન્દ્રશેખર આઝાદ સાથે મળીને ક્રાંન્તિકારી સંગઠન તૈયાર કર્યુ.


•કાકોરી ટ્રેન એક્શન

>ભગતસિંહએ ચંદ્રશેખર આઝાદ સાથે મળીને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. 

>9 ઓગસ્ટ ૧૯૨૫ના રોજ સરકારી ખજાનો સહારનપુરથી લખનૌ તરફ જતી ૮ નંબર ડાઉન પેસેન્જર ટ્રેનમાંથી કાકોરી નામના નાના સ્ટેશન પરથી સરકારી ખજાનાને લૂંટી લીધો. 

>આ ઘટના કાકોરી ટ્રેન એક્શનના(હવે થી) નામ થી ઈતિહાસમાં પ્રસિધ્ધ છે.

>સરકારી ખજાનો લુંટવાનો વિચાર રામપ્રસાદ બિસ્મિલનો હતો.

>રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, રોશનસિંહ અને અશફાક ઉલ્લા ખાંને ડીસેમ્બર, ૧૯૨૭માં ફાંસી આપી દેવામાં આવી.

>સચિન્દ્રનાથ સાન્યાલને આજીવન કેદની સજા મળી જયારે મન્મથનાથ ગુપ્તને ૧૪વર્ષની કેદની સજા મળી.

>સંભવત: અશકાફઉલ્લાખાં પ્રથમ ભારતીય ક્રાંતિકારી મુસલામન હતા, જે દેશની સ્વતંત્રતા માટે ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા.

>ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના નેતૃત્વમાં ૯ સપ્ટેમ્બર ૧૯૨૮ના રોજ દિલ્હીમાં આવેલ ફિરોજશાહ કોટલાના મેદાનમાં ‘હિન્દુસ્તાન સોશલીસ્ટ રિપબ્લિકન એસોસીએશન’ ની સ્થાપના કરી હતી.


•લાહોર ષડયંત્ર 

>સાઈમન કમીશનના વિરોધમાં પ્રદર્શન કરતા લાલા લાજપતરાયની હત્યા કરી દેવામાં આવી હતી. 

>ત્યા પોલીસના લાઠીચાર્જથી થઇ હતી. જેનો બદલો દેવા માટે ભગતસિંહના નેતૃત્વમાં પંજાબના ક્રાંતિકારીઓએ ૧૭ ડીસેમ્બર, ૧૯૨૮ના રોજ લાહોરના તે સમયના સહાયક પોલીસ અધિકારી ‘સોન્ડર્સ’ ની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.


•બોમ્બ ઘટના વિધાનસભા

>‘પબ્લિક સેફટી બિલ’ પાસ થવાના વિરોધમાં 8 એપ્રિલ, ૧૯૨૯ના રોજ ‘ભગતસિંહ’ અને બટુકેશ્વર દત્ત’ એ દિલ્હીમાં ‘સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બલી’ માં ખાલી બેંચો પર બોમ્બ ફેંક્યો. 

>ક્રાંતિકારીઓ એ પોતાના પેમ્ફલેટમાં કયું હતું કે ‘તેમનો ઈરાદો કોઈની હત્યા કરવાનો નથી પણ બહેરાઓને સંભાળવાનો છે’.


4) મૃત્યુ

>૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ , રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી દેવામાં આવી હતી.

>સચિન્દ્રનાથ સાન્યાલે ‘બંદી જીવન’ નામની પુસ્તક લખી હતી.

>ભગતસિંહે એ ‘હું નાસ્તિક કેમ છું’ નામની પુસ્તક લખી હતી


હર્ષલ જૈન સર છેલ્લા 5 વર્ષ થી પણ વધુ સમય થી TARGET GPSC YT CHANNEL & Unacademy પર પોતાનો અમૂલ્ય સમય આપીને ઇતિહાસ વારસો બંધારણ ગણિત તાર્કિક કસોટી વિષય નું ઉંડાણપૂર્વક પરીક્ષાલક્ષી જ્ઞાન આપી રહ્યા છે અને તેમના થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું સરકારી નોકરી મેળવવા નું સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે તો આજે જ જોડાઓ હર્ષલ જૈન સર સાથે!! 

🎉🎉 Unacademyના Plus Subscription  માં કોડ TARGETGPSC યુઝ કરો અને મેળવો 10% ડિસ્કાઉન્ટ મેળવો 🎉 
 *UNACADEMY ગુજરાત ક્લાસ 3 ફીસ લિંક:* https://bit.ly/34mB5BA

*UNACADEMY GPSC Fees Link* : https://bit.ly/3vY64MW







 

Comments

Popular posts from this blog

Talati Book list | Junior Clerk book list | Top book list

NCERT Science std 10 book | NCERT science books | ધોરણ 10 વિજ્ઞાન | GCERT books | Std 10 Science book | TARGETGPSC