આજનો ઇતિહાસ | રાણી લક્ષ્મીબાઈ | 19 નવેમ્બર | Today in History | ઇતિહાસ

दूर फिरंगी को करने की सबने मन में ठानी थी,

मक उठी सन सत्तावन में वह तलवार पुरानी थी

बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,

खूब लड़ी मर्दानी वो तो झाँसी वाली रानी थी।


झाँसी में इस लड़ाई की ब्रिटिश रिपोर्ट में, सर ह्यूग रोज़ ने लिखा है कि रानी लक्ष्मीबाई "व्यक्तिगत, चतुर और सुंदर" हैं, और वह "सभी भारतीय नेताओं में सबसे खतरनाक हैं।"

✓આજનો ઇતિહાસ 19 નવેમ્બર 1835 ઝાંસી ની રાણી લક્ષ્મી બાઈ નો જન્મ થયો હતો. મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. 

✓તે 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેમનો જન્મ કાશી (વારાણસી) અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ. 

✓તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. 

✓તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા.

✓તેમના માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી.

✓મનુ જ્યારે ચાર વર્ષની હતી ગવ ત્યારે તેમની માતાનુ મૃત્યુ થઈ ગયુ. તેમનુ પાલન પોષણ પિતાએ જ કયુ.

✓મનુએ બાળપણમાં જ શાસ્ત્રોની શિક્ષા સાથે શસ્ત્રોની શિક્ષા પણ પ્રાપ્ત કરી હતુ. તેમનુ લગ્ન 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે થયુ અને તે ઝાંસીની રાણી બની. 

✓લગ્ન સમયે તેમની ઉંમર માત્ર 14 વર્ષની હતી. વિવાહ પછી તેમનુ નામ લક્ષ્મીબાઈ મુકવામાં આવ્યુ.

✓ઇ.સ 1851માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહિનાની આયુમાં જ તેનુ મૃત્યુ થઈ ગયુ. 1853માં રાજા ગંગાધર રાવનુ સ્વાસ્થ્ય ઘણુ બગડવાથી તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી.  

 ✓પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનુ મૃત્યુ 21 નવેમ્બર 1853માં થઈ ગયુ.દત્તક પુત્રનુ નામ દામોદર રાવ મુકવામાં આવ્યુ. 

✓લોડ ડેલહાઉસી ની (ખાલસા) રાજ્ય હડપવાની નીતિ હેઠળ બ્રિટિશ સરકારે દામોદર રાવજી જે એ સમયે બાળક હતા ને ઝાંસી રાજ્યના ઉત્તરાધિકારી માનવાનો ઈંકાર કરી દીધો અને ઝાંસી રાજ્યને ખાલસા રાજ્યમાં ભેળવી દેવાનુ નક્કી કર્યુ.

✓ત્યારે રાણી લક્ષ્મીબાઈએ બ્રિટન ની વકીલ જાન લૈંગની સલાહ લીધી અને લંડનની કોર્ટમાં કેસ નોંધાવ્યો. જો કે કેસમાં ખૂબ વાદ વિવાદ થયો પણ તેને રદ્દ કરવામાં આવ્યો.  

✓બ્રિટીશ અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિના કર્જને રાનીના વાર્ષિક ખર્ચમાંથી કાપી લેવામાં આવ્યો.  

✓આ સાથે જ રાણીને ઝાંસીનો કિલ્લો છોડીને ઝાંસીના રાનીમહેલમાં જવુ પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ દરેક કિમંત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો. 


*ઝાંસીનુ યુદ્ધ* 

 

✓ઝાંસી 1857ના વિદ્રોહનુ એક મુખ્ય કેન્દ્ર બની ગયુ જ્યા હિંસા ભડકી ઉઠી. 

✓રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને સુદ્દઢ કરવી શરૂ કરી દીધી અને એક સ્વયંસેવકની સેનાની રચના કરવી શરૂ કરી આ સેનામાં મહિલાઓની પણ ભરતી કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ.  

✓સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહયોગ આપ્યો. 

1857માં પડોશી રાજ્ય ઓરછા અને દતિયાના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધુ. 

✓રાણીએ સફળતાપૂર્વક પૂર્વક તેને વિફળ કરી દીધુ. 

વિશાળ અંગ્રેજી સેનાને મારતી-મારતી રાણી તેમની પકડથી દૂર નીકળી ગઈ. 

✓અંગ્રેજ સૈનિક પણ રાણીનો સતત પીછો કરતા રહ્યા. છેવટે ગ્વાલિયરમાં બંને વચ્ચે ઘમાસા ના લડાઈ થઈ. 

રાણીનો ઘોડો પણ થાકી ચુક્યો હતો.તેથી એક નાળાને પાર કરતી વખતે ઘોડો થંભી ગયો એટલામાં પાછળથી એક અંગ્રેજ સૈનિકે રાણીનો ડાબો ભાગ કાપી નાખ્યો . 

✓આ અવસ્થામાં રાણીએ એ અંગ્રેજ સૈનિકના ટુકડે ટુકડા કરી નાખ્યા અને ખુદ સ્વર્ગલોક સિધાવી ગઈ.  

✓મહારાણી લક્ષ્મીબાઈની વીરતા ત્યાગ અને બલિદાન પર ભારતીયોને ગર્વ છે.

Comments

Popular posts from this blog

Gujarati vyakran | Talpada Shabdo | ગુજરાતી વ્યાકરણ | તળપદા શબ્દો | TARGET GPSC | મહત્વના તળપદા શબ્દો

Talati Book list | Junior Clerk book list | Top book list